આજે દેશમાં બેકારી નુ પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં ઉત્પાદન ના સાધનો મર્યાદિત છે. જયારે તેની સામે નોકરીની તકો વધતી નથી . આથી બેકારી ની સમસ્યાને પહોચી વળવા પેરામેડીકલ ક્ષેત્રે માંગ વધવા લાગી છે. આથી આ કોર્ષ દ્વારા યુવાનો પોતાની આજીવિકા મેળવી શકે અને સાથે સાથે તેમને સેવા કરવાની ઉત્તમ તક મળે તેવા ધ્યેય સાથે અમે એચ. આર. પેરામેડીકલ ઇન્સ્ટીટયુટ ની શરૂઆત કરેલ છે. પાટણ શહેર એ એક ઐતિહાસિક નગરી છે. તે એક બહુ-સાંસ્કૃતિક શહેર છે જેમાં વર્ગ, ધર્મ અને ભાષા છે. પાટણ જાણીતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નુ કેન્દ્ર છે,જેને હેમચંદ્રાચાર્ય ની વિધ્યાનગરી તરીકે ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધ છે.તેની સાથે પાટણ થી સાત કિલોમીટર ના અંતર પર આવેલ ધારપુર મેડીકલ કોલેજ જે પાટણ ના હ્રદય સમાન છે. તેવી આ પાટણ શહેર માં આવેલ એચ. આર. પેરામેડીકલ ઇન્સ્ટીટયુટ.